Shree Krishna Hindi Vidhyalay - Vadodara
Shree Krishna Hindi Vidhyalaya - default

મુખ્ય પાનું

આચાર્યની કલમે

ઈશ્વરની રચનામાં સૌથી સુંદર રચના મનુષ્ય છે અને મનુષ્યની રચનામાં શાળા સૌથી સુંદર રચના છે. શાળા એક એવી ટંકશાળા છે જેમાં મનુષ્યરૂપી સિક્કાઓને બધાજ ગુણોમાં ઢાળીને સંસારરૂપી બજારમાં વિવિધ કાર્યોના વિનિમય માટે મોકલાય છે. જે સમાજમાં જ્ઞાન, સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતા જેવા મૂલ્યોનું સંતુલન બનાવીને રાખે છે. અમે શાળામાં આ પરંપરા જાળવી રાખવાનો સંકલ્પ કરીએ છીએ. પ્રવેશ લીધેલા દરેક વિદ્યાર્થી, વિદ્યાર્થીઓને શાળાના નીતિ - નિયમોની જાણકારી આપીને તેમને શાળાના ગણવેશ, સાધન સામગ્રી, શૈક્ષણિક સુવિધાઓ શાળાનો સમય તેમજ શાળામાં કરવામાં આવતી સહઅભ્યાસ પ્રવૃતિઓની જાણકારી આપવામાં આવે છે.

શાળામાં શૈક્ષણિક સત્ર દરમિયાન થતાં સમસ્ત કાર્યક્રમો (સમયપત્રક, કાર્યનું વિભાજન, કામના દિવસ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ, પરીક્ષાનું આયોજન, સામાજિક ઉત્સવોનું આયોજન, શૈક્ષણિક પ્રવાસ) નું આયોજન વાર્ષિક કેલેન્ડરમાં કરવામાં આવે છે. વધુ વિગત…..